મુખ્યમંત્રીપદના સ્વયંવરમાં મોદીએ ભુપેન્દ્ર પટેલ પર કળશ કેમ ઢોળ્યો?

| Updated: September 13, 2021 11:21 am

નરેન્દ્ર મોદી અને મહેન્દ્ર ધોની વચ્ચે સમાનતા તો ભાઈ, કહેવી પડે.. ધોની આસ્તેથી આવે, ઓછું બોલે , થોડું આમતેમ જુએ અને એક છક્કો મારીને હારની બાજી જીતમાં ફેરવી દે. મોદી પણ એમ જ ગૂઢ છે. ખબરેય ના પડે એમ આવે અને કોઈ પણ પ્રસંગમાં છેલ્લે મલકાટ એમના ભાગે જ હોય.

ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેની અટકળો પર 24 કલાકથી ઓછા સમયમાં કાગળના ઢગલે ઢગલા, હજારો બાઇટ્સ, લાખો સોશિયલ મીડિયા સંદેશાઓની આપ-લે થઈ હશે. અમિત શાહના નામ સહિત તમામ સંભવિત અને અસંભવ નામો ચારેબાજુ પડઘાતા હતા. અને અચાનક, રવિવારે ભાજપની વિધાનસભા પક્ષની 112 ધારાસભ્યોની બેઠકમાં, ચોથી હરોળના ખૂણામાં શાંતિથી બેઠેલા એક માણસનું નામ પોકારાય છે. એ છે માથા પર ઘટતા જતા વાળ વાળા, હ્રુષ્ટ પૃષ્ટ, ચશ્માધારી 59 વર્ષના ભુપેન્દ્ર પટેલ.

ગુજરાતના નવા મુખ્યમંત્રી

સંભવિત મુખ્યમંત્રીની અડધો ડઝન પ્રોફાઇલ્સ સાથે તૈયાર મીડિયા, વિકિપીડિયા અને નો-યોર નેતા જેવા પોર્ટલ પર ગઈ કાલથી ભીડ મચાવી રહ્યા હતા. પણ ભુપેન્દ્ર પટેલની પ્રોફાઇલ કોઇની પાસે તૈયાર ન હતી. અને જેમ મોદીની સીરત છે તેમ તેમન નિર્ણય પાછળનો તર્ક માત્ર પાછળ થી જ સમજી શકાય છે.

આ ટોળામાંથી ભૂપેન્દ્ર પટેલને જ કેમ તિલક થયું તેના વિવિધ કારણો છે, પરંતુ બે મુખ્ય ઉપાય છે. એક તો એ કે, લગભગ 14 ટકા વસ્તી ધરાવતા શક્તિશાળી અને રાજકીય રીતે ચંચળ તથા અવગણી ન શકાય એવા પાટીદાર સમુદાયમાંથી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે કે . ભાજપે 2017માં હાર્દિક પટેલના અનામત આંદોલનને લોખંડી હાથે કચડી નાખવાનો પ્રયાસ કર્યા પછી 182 સભ્યોના ગૃહમાં 99 બેઠકો મેળવીને સાત બેઠકો પર હારી જઈને એનો કડવો અનુભવ મેળવી લીધો છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી, પાટીદારોમાં બેબાકળાપણું વર્તાતું હતું અને એના આમ એકબીજા પર થોડું કતરાતા બે ફાંટા વચ્ચે એક કરતા વધુ વખત મુલાકાતો થઇ છે . એમાં કેન્દ્રીય સુર એ હતો કે કે વર્તમાનમાં મુખ્યમંત્રી કે પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે પાટીદાર વર્ગમાંથી કોઈ નથી. નોંધપાત્ર રીતે, તેમણે આમ આદમી પાર્ટીની સરાહના કરી જે પાટીદારોમાં મતબેન્ક ઉભી કરવાનો પ્રયાસ કરી રહી છે.અને અચાનક મોદીએ પહેલી વખત ધારાસભ્ય બનેલા, ક્યારેય મંત્રી પણ ના રહેલા, બિનવિવાદાસ્પદ કોરી પાટી ધરાવતા નવા ચહેરા એવા પાટીદાર ભુપેન્દ્ર પટેલની પસંદગી કરીને દાવ જોઈને સોગઠી મારી છે.

મ્યુનિસિપલ કાઉન્સિલર અને ધારાસભ્ય તરીકે નવા ચહેરા મેળવવાની આ મોદીની 2002ની વ્યૂહરચના છે. વિજય રૂપાણીના મંત્રીમંડળમાં સૌથી અનુભવી મંત્રી હોવા છતાં નીતિન પટેલને ફરી એક વાર મુખ્યમંત્રી પદ માટે શા માટે ન ગણવામાં આવ્યા, તેના ઘણા કારણોમાંનું એક કારણ આ પણ છે જે એક રીતે મોદીની રણનીતિની ચાવી પૂરી પાડે છે તે એ કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વર્ચસ્વના પ્રભાવને સમાપ્ત કરવાનો અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં સમાંતર ધરી ઉભી કરવાનો તેમનો પ્રયાસ.

ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી છે જે અમદાવાદ શહેરમાંથી આવે છે તેઓ રિયલ એસ્ટેટ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરે છે અને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે.

આની શરૂઆત દક્ષિણ ગુજરાતમાં નવસારીના સાંસદ સી.આર.પાટિલની ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકેની નિમણૂકથી થઈ હતી. તેઓ હીરા અને કાપડ ઉદ્યોગો વડે સમૃદ્ધ સુરત-નવસારી વિસ્તારમાંથી આવતા પ્રથમ ગુજરાત ભાજપ અધ્યક્ષ છે. અગાઉના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, એક પાટીદાર અને વિદાય લેનાર મુખ્યમંત્રી બંને સૌરાષ્ટ્રના છે જયારે નીતિન પટેલ ઉત્તર ગુજરાતના છે.

તાજેતરના મંત્રીમંડળ વિસ્તરણમાં મોદીએ સુરતના સાંસદ દર્શના જરદોશ અને મધ્ય ગુજરાતના ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને સામેલ કર્યા.ભાજપના એક નેતાનું કહેવું છે કે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નેતાઓનો ઓવરડોઝ થઇ ગયો છે. આ પ્રદેશોમાંથી 2017ની ચૂંટણીમાં ભાજપે ઉજ્જવળ પ્રદર્શન કર્યું હતું. એની સરખામણીમાં કોંગ્રેસ પાસે તો ભાગ્યે જ કોઈ મોટા ગજાનો પેટા-પ્રાદેશિક નેતા છે.ભાજપની ગણતરી એવી છે કે બીજે કોઈ જગ્યાએથી આંચકાજનક પરિણામો આવે તો મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી સરભર થઈ શકે.

Post a Comments

2 Comments

  1. Umakant Mankad

    સત્ય,
    કોંગ્રેસ પાસે માત્ર નેતાઓ જ છે, લિડર નહીં
    પરિણામે આજની પરિસ્થિતિ છે

Your email address will not be published. Required fields are marked *