સુર્યપૂજકોનું મુખ્ય સ્થાન મોઢેરામાં કેમ ઉજવાય છે ઉત્તરાર્ધ પર્વ?

| Updated: January 14, 2022 7:13 pm

ગુજરાતમાં તહેવારોનું આગવું મહત્વ જોવા મળે છે.બીજા રાજયો કરતા ગુજરાતમાં વધુ તહેવારોનું મહત્વ જોવા મળે છે અને તેની સાથે જ આપણે આજે વાત કરવા જઇ રહ્યા છીએ મોઢેરા સૂર્ય મંદિરની જેમાં ઉત્તરાર્ધ પર્વ તરીકે ઉજવવામાં આવે છે અને તેની સાથે આ રીતે કોઇ મંદિર ઉજવણી કરતું નજરે પડતું નથી.મોઢેરાનું સૂર્ય મંદિરમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.14 જાન્યુઆરી પછી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ છે અને સૂર્ય પૃથ્વીની ઉત્તરમાં ગતિ કરે છે જે સંક્રીયાને ઉત્તરાયણ કહેવામાં આવે છે.મહેસાણાના મોઢેરામાં ઉત્તરાર્ધ પર્વની ઉજવણી કરવામાં આવે છે જાણો તેની પાછળનો ઇતિહાસ.

પ્રાચીન ભારતમાં ભવ્ય સ્થાપત્યકલા અને અદ્વિતીય મંદિરોના મંડપમાં સુર્યદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે.અનેમહેસાણા મોઢેરા સ્થિત સૂર્ય મંદિર સંસ્કૃતિનું ઉત્તમ પ્રતિક સમાન ગણવામાં આવે છે .પ્રાચીન કાળમાં સુર્યપૂજકોનું મુખ્ય મોઢેરા મુખ્ય સ્થાન હતું.અને પ્રાચીન ધર્મશાસ્ત્રોમાં મોઢેરા અને તેની આજુબાજુના પ્રદેશને ધર્મારણ્ય તરીકે જાણીતું છે.

મોઢેરા સત્ય યુગમાં ધર્મારણ્ય ક્ષેત્ર, ત્રેતા યુગમાં સત્યમંદિર, દ્વાપર યુગમાં વેદભુવન અને કળીયુગમાં મોઢેરા ઓળખાવા લાગ્યું. રામચંદ્રજીએ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ દેવોની સન્મુખ સૂર્યદેવની પૂજા કરવામાં આવી હતી અને પ્રાચીન સાહિત્યના ઉલ્લેખમાં મોઢેરા હારીક્ષેત્ર તરીકે પ્રચલિત જોવા મળ્યું હતું. પછી મહોરીક્પુર અને મોધેર્ક પછી મોઢેરા તરીકે ઓળખાયું હતું.સોલંકીઓના શાસનકાળથી સુવર્ણશક્તિ પ્રદાન જોવા મળે છે

અને તેની સાથે જો તેના ગર્ભગૃહની વાત કરવામાં આવે તો સંવત ૧૦૮૩ નો શિલાલેખ જોવા મળે છે.અને જો વાત કરવામાં આવે સૂર્ય મંદિરોની તો મહેસાણામાં સૌથી વધુ જોવા મળે છે.સૂર્ય મંદિરો હોવાના ઐતિહાસિક પુરાવા જોવા મળે છે.મોઢેરા સુર મંદિર, સરસ્વતી નદી કિનારે ભાયલ સ્વામી સુર્ય મંદિર, નુગરનું સૂર્ય મંદિર, પીલુદરાનું સૂર્ય મંદિર, ખેરાલુનું સૂર્ય મંદિર, કોનાર્ક સૂર્ય મંદિર, દવાડાનું સૂર્ય મંદિર, આસોડાનું સૂર્ય મંદિર વગેરે મંદિરો મહેસાણામાં આવેલા છે.

મોઢેરા સૂર્ય મંદિર ખાતે બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવવામાં આવે છે અને તેની સાથે જ્યાં દેશના નામચીન કરલાકારો પોતાના કલાના કામણ પાથરે છે જે અનેરો લ્હાવો હોય પણ જોવા મળે છે.

Your email address will not be published.