તું ઓછું ભણેલી છે, કુખે છોકરા નથી, પતિના ત્રાસથી પત્નીનો આપઘાત

| Updated: May 10, 2022 9:36 pm

10 વર્ષના લગ્ન જીવનમાં દિકરો ન થતા તું ઓછું ભણેલી છે કુખે છોકરા નથી થતાં તેવા મેણાંટોણાં મારી પતિ પત્નીને ત્રાસ આપતો હતો. જેથી કંટાળેલી પત્ની તેના પિયરમાં રહેવા આવી ગઇ હતી. આખરે તેણે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે કાલુપુર પોલીસે મૃતક મહિલાના પતિના વિરુધ્ધમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોધી હતી.

કાલુપુર વિસ્તારમાં ચિરાગ પવાર તેના પરીવાર સાથે રહે છે. ચિરાગની મોટી બહેન પુષ્પા જેના લગ્ન 10 વર્ષ પહેલા રાજસ્થાન ખાતે રહેતા ભરત ગોવિંદભાઈ સોલંકી સાથે થયા હતા. લગ્નના બે વર્ષ બાદ ભરત અવાર નવાર પુષ્પા સાથે ઝઘડો કરીને ત્રાસ આપવા લાગ્યો હતો. ઘર સંસાર બગડે નહીં તે માટે પુષ્પા મુંગામોઢે સહન કરતી હતી.

બીજી બાજુ પતિ ભરત તું ઓછુ ભણેલી છે કુખે છોકરા નથી થતા તેવ કહીને રોજબરોજ ત્રાસ આપવા લાગ્યો હતો. જેના કારણે તંગ આવીને પુષ્પા તેના પિયરમાં રહેવા જતી રહી હતી. તેમ છતા પતિ ભરત અવાર નવાર ફોન કરીને ત્રાસ આપતો હતો અને પર સાસરીમાં ન આવવા માટે દબાણ કરતો હતો. જેથી તંગ આવેલી પુષ્પાએ ઘરના ઉપરના રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ અંગે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી.

Your email address will not be published.