પત્નીને પ્રેમીને મળવામાં નડતા પતિનું અકસ્માત કરાવી હત્યા કરાવી, પોલીસે પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી

| Updated: July 4, 2022 7:14 pm

વિડીયો વાઇરલ થતાં મામલો બહાર આવ્યો, 10 લાખ રુપિયામાં સોપારી આપી, સોપારી લેનાર અને તેના બે સાગરીતો ફરાર

અમદાવાદ: શહેરના વસ્ત્રાલમાં રહેતા જમીન દલાલને તેની પત્ની અને પ્રેમીએ મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. હત્યાની સોપારી આપનાર ભાગીદાર જ હતો. ભાગીદાર જ તેની મરનારની પત્નીના પ્રેમમાં હતો. પતિને શંકા જતાં ઝઘડા થતાં તેથી પત્ની અને પ્રેમીએ તેમને વચ્ચેથી હટાવી દેવાનો પ્લાન બનાવ્યો હતો. અકસ્માતના વાઇરલ વિડીયો આધારે સમગ્ર ઘટના બહાર આવી હતી. આ અંગે ક્રાઇમ બ્રાંચે મરનારની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી. જોકે ડાલાથી અકસ્માત કરી અકસ્માત ખપાવનાર ડ્રાઇવર અને તેના સાગરીતો ફરાર થઇ ગયા હતા. હત્યાની સોપારી 10 લાખમાં આપી હોવાનું બહાર આવ્યું હતુ.

ગત 24મી જુનના રોજ વહેલી સવારે છથી સાડા છ વાગ્યા દરમિયાન વસ્ત્રાલમાં આવેલા આરએએફ કેમ્પ સામે હુન્ડાઇ કારના શોરુમ પાસે જાહેર રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં વસ્ત્રાલ માધવ હોમ્સની બાજુમાં આવેલા ગેલેક્ષી કોરલ ખાતે શૈલેષભાઇ લાલજીભાઇ પ્રજાપતિ(ઉ.43)ને એક સફેદ કલરના પીઅક ડાલા જેવા વાહને ઉડાવી દીધા હતા. જેમાં તેમનું મોત નિપજ્યું હતુ. દરમિયાનમાં આ બનાવ અંગે આઇ ડીવીઝન ટ્રાફિક પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધ્યો હતો. આમ આ અકસ્માતના વિડીયો પણ વાઇરલ થયા હતા. જેમાં દેખાઇ રહ્યું હતુ કે, મરણજનાર શૈલેષભાઇ પ્રજાપતિ રોડની સાઇડમાં એકલા ચાલતા હતા. આમ પાછળથી આવેલા ડાલાએ પુરપાટ ઝડપે તેમને ઉડાવી મોત નિપજાવ્યું હતુ. આ સમયે રોડ પર અન્ય કોઇ વાહન ન હતુ અને ઇરાદાપૂર્વક અકસ્માત કર્યો હોવાનું વિડીયોની પ્રાથમીક તપાસમાં દેખાતું હતું. જેથી પોલીસે આ અંગે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી દરમિયાનમાં મરનાર શૈલેષભાઇ પ્રજાપતિની પત્ની શારદા ઉર્ફે સ્વાતી નિતીનભાઇ કાનજીભાઇ પ્રજાપતિ(ઉ.30, રહે. ગીરીવર ગેલેક્ષી, રીલાયન્સ પ્રેટ્રોલપંપ સામે વસ્ત્રાલ)ના પ્રેમમાં હતી અને લાંબા સમયથી તેઓ આડા સબંધ ધરાવતા હતા. પત્ની સ્વાતી અને પ્રેમી નિતીનને શૈલેષભાઇ નડતા હતા. જેથી પ્રેમી અને પત્નીએ શૈલેષભાઇનો કાંટો કાઢવા માટે એક પ્લાન કર્યો હતો. દરમિયાનમાં યાસીન ઉર્ફે કાણીયો(રહે. પુજારીની ચાલી ગોમતીપુર ) 10 લાખમાં સોપારી આપી હતી અને તેણે 10 લાખમાં અકસ્માત દ્વારા હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતુ. ક્રાઇમ બ્રાંચે શારદા ઉર્ફે સ્વાતી શૈલેષ પ્રજાપતિ, નિતીન કાનજી પ્રજાપતીની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ કરતા સોપારી લેનાર યાસીન ઉર્ફે કાણીયો ભાગી ગયો હતો અને તેનો મોબાઇલ પણ સ્વિચ ઓફ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસ પુછપરછમાં બહાર આવ્યું હતુ કે, બંને જણા છેલ્લા અઢી વર્ષથી પ્રેમમાં હતા. બે વર્ષ પહેલા શૈલેષભાઇને પ્રેમ સબંધની જાણ થઇ ગઇ હતી. જેથી શૈલેષભાઇ તેમની પત્ની સ્વાતી સાથે ઝઘડો કરતા હતા. જેથી બંને એકબીજાને મળી શકતા ન હતા એક બીજા વગર રહી શકે તેમ ન હોવાથી અડચણ રુપ બનનાર શૈલેષભાઇને હટાવી દેવાનો એક મહિના પહેલા પ્લાન બનાવ્યો હતો. સવારે છ વાગ્યે શૈલેષભાઇ મોર્નિંગ વોકમાં નિકળતા હોવાનું ફિક્સ હોવાથી તે સમયે અકસ્માત કરી હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. નિતીને હત્યા કરનાર યાસીનને શૈલેષભાઇનો ફોટો, ઘર અને મોર્નિંગ વોકનો રુટ પણ બતાવ્યો હતો. જોકે યાસીન સાથે પણ અન્ય બે તેના સાગરીતો સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતુ. શૈલેષભાઇ નિતીનભાઇના જમીન લે વેચના ધંધામાં ભાગીદાર હોવાનું બહાર આવ્યું હતુ. જેથી નિતીનભાઇ વારંવાર તેમના ઘરે રોકટોક વગર આવતો જતો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી બે મોબાઇલ કબ્જે કર્યા અને વધુ આરોપી પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

Read Also: રિસોર્ટ પોલિટિક્સ અને બળવામાં ગુજરાત હંમેશા મોખરે, બે વર્ષમાં જ ફરી ‘સાચવે ગુજરાત’ જેવી સ્થિતિનું નિર્માણ

Your email address will not be published.