યુપીમાં કોંગ્રેસ સાથે શું ખોટું છે અને તેને ગાંધી ભાઈ-બહેન સાથે કોઈ લેવાદેવા નથી

| Updated: January 18, 2022 2:18 pm

પાંચ રાજ્યોની ચૂંટણી થવાની છે તેનાં કેન્દ્રમાં ઉત્તરપ્રદેશ છે. પરંતુ દેશનો મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા અને રાજકીય રીતે મહત્વપૂર્ણ રાજ્યમાં ક્યાંય સ્પર્ધામાં નથી.

એમ કહી શકાય કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું દુર્ભાગ્ય દેશની રાજકીય ક્ષિતિજ પર ગાંધી ભાઈ-બહેનના ઉદભવ પહેલાનું છે. છેલ્લે 1989માં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ સત્તામાં હતી. જ્યારે રાજીવ ગાંધીને મુલાયમ સિંહ યાદવની આગેવાની હેઠળની સરકારને સમર્થન આપવા માટે ગુલામ નબી આઝાદ (હાલમાં અસંતુષ્ટોના જી 23 જૂથના નેતા) દ્વારા ખોટી સલાહ આપવામાં આવી હોવાનું કહેવાય છે.

રાજીવ ગાંધી ઉત્તર પ્રદેશ પાછું મેળવવા માટે લાંબો સમય જીવ્યા ન હતા. તેમના અનુગામી પીવી નરસિમ્હા રાવે, કોંગ્રેસનું અસ્તિત્વ ટકાવી રાખવા 1996માં બહુજન સમાજ પાર્ટી સાથે જોડાણ કર્યું. તે સમયે કોંગ્રેસ ઉભરી રહેલા ભાજપ અને આક્રમક પ્રાદેશિક પક્ષો સામે લડાઇ લડી રહી હતી.

જ્યારે નવી દિલ્હીમાં બીએસપી-કોંગ્રેસ ગઠબંધનની જાહેરાત કરવામાં આવી અને તત્કાલીન વડાપ્રધાન અને કૉંગ્રેસ પ્રમુખ પીવી નરસિમ્હા રાવને જ્યારે બેઠકોની વહેંચણી અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ થોડા સાવધ હતા. રાવ અને યુપીસીસીના વડા જિતેન્દ્ર પ્રસાદની બાજુમાં બેઠેલા કાંશીરામે સમજૂતીની શરતો અંગે કહ્યું હતું કે યુપી વિધાનસભાની તત્કાલિન 425 બેઠકોમાંથી બીએસપી 300 બેઠકો પર અને કોંગ્રેસ 125 બેઠકો પર ચુંટણી લડશે. તે વખતે રાવે મૌન રાખ્યું હતું. જ્યારે ગઠબંધનના મુખ્ય આર્કિટેક્ટ જીતેન્દ્ર પ્રસાદે આમ તેમ જોવા લગ્યા હતા.

1996ની લોકસભાની ચુંટણીમાં હાર પછી, પીઢ કોંગ્રેસી કે. કરુણાકરણની આગેવાની હેઠળની એઆઇસીસીની પેનલ ઉત્તર પ્રદેશમાં હારનાં કારણો જાણવનાં મિશન પર ગઈ હતી.પેનલે જોયું કે  ગોરખપુર, બસ્તી, બહરાઈચ અને અન્ય ડઝનેક સ્થળોએ જિલ્લા કક્ષાનાં કોંગ્રેસનાં કાર્યાલયો તો યથાવત હતાં પરંતું તેની બહાર લાગેલા બોર્ડ અને સાઈન પોસ્ટ કોંગ્રેસમાંથી ભાજપ, બસપા અને સપાનાં થઇ ગયા હતા.

1996થી98 ની વચ્ચે સોનિયા ગાંધીને કોંગ્રેસનાં સર્વોચ્ચ નેતા તરીકે પ્રસ્થાપિત કરવા નરસિંહા રાવ અને સીતારામ કેસરીને હટાવી દેવાયા હતા. કોંગ્રેસની લોકવાયકા મુજબ તેનાં માટે એવો તર્ક આપવામાં આવ્યો હતો કે 200થી વધુ લોકસભાની બેઠકો ધરાવતા યુપી, બંગાળ, બિહાર અને તમિલનાડુમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા નેહરુ-ગાંધી પરિવારના સભ્યની વાપસી કરવામાં આવી હતી. જોકે કોંગ્રેસના વડા તરીકેના તેમના 21 વર્ષથી વધુ લાંબા કાર્યકાળમાં, સોનિયા આ ચાર રાજ્યોમાં ગઠબંધન કરવા સિવાય કશું કરી શક્યા નહીં.

2017માં સમાજવાદી પક્ષ સાથેનું જોડાણ કોંગ્રેસ માટે વિનાશક સાબિત થયું હતું.ચૂંટણી પછી, અખિલેશ યાદવે એક તરફી રીતે સંબંધો તોડી નાખ્યા. બંને પાર્ટીનાં જોડાણને “ચક્રના બે પૈડા” અને “ગંગા અને યમુનાનો સંગમ” કહવાતું હતું.જોકે ગઠબંધન તૂટી ગયા પછી કોઇ પણ પક્ષે સ્પષ્ટતા કરી ન હતી કે શા માટે બંનેએ વાત કરવા કે મળવાની પણ પરવા કર્યા વિના અલગ-અલગ રસ્તા પસંદ કર્યા હતા.

રાહુલની આગેવાની હેઠળની કોંગ્રેસને ડમ્પ કરવા માટે અખિલેશ પાસે અનિવાર્ય કારણો હોઈ શકે છે. તેમના પિતા અને સમાજવાદી પાર્ટીનાં વડા મુલાયમ સિંહ યાદવ શરૂઆતથી જ ગઠબંધનના વિરોધમાં હતા. ખાનગીમાં, કદાચ અખિલેશ પોતાને રાહુલ કરતાં વધુ વિશ્વસનીય રાષ્ટ્રીય વિકલ્પ અને યુવા આઇકન તરીકે માને છે. તેમના પિતા મુલાયમની જેમ અખિલેશને પણ રાષ્ટ્રીય સ્તરે નેહરુ-ગાંધી પરિવારના સભ્ય સાથે ફરીથી જોડાણ કરવામાં હવે ખાસ રસ નથી.

2019માં પ્રિયંકા ગાંધી ઔપચારિક રીતે કોંગ્રેસમાં જોડાયા હતા અને ઉત્તર પ્રદેશ માટે તેમનો જુસ્સો જાહેર કર્યો હતો. જો કે, તેમણે  2019ની લોકસભાની ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો. તેઓ 2022ની વિધાનસભા ચૂંટણી લડે તેવા પણ કોઇ સંકેત નથી. હું એવી દલીલ કરતો રહ્યો છું કે  ઉત્તર પ્રદેશમાં પ્રિયંકાની વ્યસ્તતાઓને સંગઠનની મજબૂરીઓ કરતાં ચૂંટણીલક્ષી ધમાલ સાથે બહુ ઓછો સંબંધ છે.

કૉંગ્રેસનાં પાંચમાં ભાગનાં ડેલિગેટ્સ યુપીમાંથી આવે છે જેઓ કૉંગ્રેસ પ્રમુખ, કૉંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો વગેરેની ચૂંટણીમાં અભિપ્રાય ધરાવે છે. તેથી સૈધ્ધાંતિક રીતે જો ગાંધી પરિવાર સામે (1969 અને 1977માં ઈન્દિરા ગાંધી સામે થયું હતું તેમ) પક્ષમાં બળવો થાય તો યુપી, મધ્યપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, તમિલનાડુ, બંગાળ અને અન્ય મોટા રાજ્યો હાલનાં નેતૃત્વને હટાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

આ પાસું એવા સમયે છુપાયેલું અને અસ્પષ્ટ રહે છે જ્યારે ગાંધી પરિવારનાં સભ્યો પક્ષની ચૂંટણીઓ, પક્ષના ડેલિગેટ્સની પસંદગી, ડીઆરઓ (ડિસ્ટ્રિક્ટ રિટર્નિંગ ઓફિસર) પીઆરઓ (પ્રદેશ રિટર્નિંગ ઓફિસર) વગેરેની નજીકથી દેખરેખ અને ચકાસણી કરી રહ્યા છે.

વિડંબનાની વાત એ છે કે કોંગ્રેસ પાસે ઉત્તર પ્રદેશના ઘણા દિગ્ગજો છે પરંતુ ચૂંટણી મેદાનમાં ઓછા છે. કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ તેના ઉમેદવારોની યાદીને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારીમાં છે. ત્યારે પણ સલમાન ખુર્શીદ, રત્ના કુમારી સિંહ, પ્રદીપ જૈન આદિત્ય, પીએલ પુનિયા, આરપીએન સિંહ, રાજ બબ્બર, શ્રી પ્રકાશ જયસ્વાલ, અજય રાય, નગમા, અઝહરુદ્દીન, ઝફર અલી નકવી. વગેરે શોર્ટ-લિસ્ટમાં નથી.

એઆઇસીસી સેક્રેટરી તરીકે ઈમરાન મસૂદની મોટા ઉપાડે કરાયેલી નિમણુંક પ્રિયંકા પર બૂમરેન્ગ થઈ છે કારણ કે મસૂદ સમાજવાદી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને એ પણ એવા સમયે જ્યારે કોંગ્રેસને કદાચ તેમની સૌથી વધુ જરૂર હતી.

બહારની દુનિયા માટે, ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અથવા ગાંધી પરિવારની પ્રાથમિકત વધુને વધુ બેઠકો જીતવાની અને 10 માર્ચ, 2022 ના રોજ આગામી સરકારની રચનામાં તેનું પણ મહત્વ હોય તે હોવી જોઇએ. પરંતુ હકીકતમાં, આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાનારી સંગઠનાત્મક ચૂંટણીમાં સંગઠન, પીસીસી અને એઆઈસીસીનાં ડેલિગેટ્સ પર પક્કડ મજબૂત કરવાના તેમનાં પ્રયાસો ચાલુ છે.

અહેવાલ : રશીદ કિડવાઇ

Your email address will not be published.