કાલુપુર રેલવે સ્ટેશનના બાથરુમમાં મહિલાએ બાળકીને આપ્યો જન્મ, માતા બેભાન થતા સારવાર અર્થે ખસેડાઈ

| Updated: April 16, 2022 4:00 pm

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર એક મહિલાએ બાથરુમમાં જ ડિલવરી થઈ જતા તે બેભાન થઈ ગઈ હતી. આ અંગે રેલવે તરફથી ઘટનાની જાણ 108ને કરતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ટીમ દ્વારા બાળકી અને માતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 5 પર આજે વહેલી સવારે એક મહિલા રેલવે સ્ટેશનમાં બાથરુમમાં ગઈ હતી. તે દરમિયાન તેણીની બાથરુમમાં જ ડિલવરી થઈ હતી અને માતા બેભાન થઈ ગઈ હતી. જો કે, બાળકીનો રડવોના અવાજ આવતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસ તાત્કાલિક આવી તમામ માહિતી 108ને કરી હતી. જેથી કોલ મળતાની સાથે જ ટીમ આવી પહોંચી હતી.

108ની ટીમ દ્વારા માતા અને બાળકીની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ કરી બાળકી અને માતાને વધુ સારવાર આપવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે, હાલ શારદાબેન હોસ્પિટલમાં બાળકી અને માતાની સારવાર ચાલી રહી છે અને બન્નેની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Your email address will not be published.