મહામારી દરમિયાન મહિલાઓએ શેરબજારમાં રોકાણ કેમ શરૂ કર્યું?

| Updated: July 13, 2021 2:11 pm

વર્ક ફ્રોમ હોમ અને ઇક્વિટી બજારોની નીચી સપાટીએ ઘણા લોકોને સ્ટોક માર્કેટ તરફ આકર્ષ્યા છે, જેમાં મહિલાઓ પણ સામેલ છે. ઘણી મહિલાઓ આ ક્ષેત્રના જોખમો અને નવીનતાને સ્વીકારવા તૈયાર હોય તેમ લાગે છે.

કોલકાતામાં કોગ્નિઝન્ટ ટેક્નોલોજીમાં કામ કરતી 29 વર્ષીય સુકન્યા દાસે ગ્લોબ કેપિટલમાં ડિમેટ ખાતું ખોલાવ્યું. માર્ચ 2020માં તેમણે બાટા, બાયોકોન અને ઝેન ટેકનોલોજીના શેર ખરીદ્યા. શેરબજારમાં આ તેમનું પ્રથમ રોકાણ હતું. આવતા આઠ મહિનામાં તેણે કોઈ પણ શેર વેચતા પહેલા આ શેરોના ભાવમાં વધઘટ પર નજર રાખી હતી. તે આનંદથી કહે છે, “મને ટૂંકા ગાળામાં સરેરાશ 30 ટકાનું વળતર મળ્યું.”

ઘણા રોકાણકારો માટે તેમના રોકાણો પર નજર રાખવાની પ્રક્રિયા તેમના કામ સાથે તથા સામાજિક જીવન પણ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ખસેડવાની સાથે વધુ સરળ બની ગયું છે. તેઓ કહે છે, “આ પ્રક્રિયા સરળ છે, હવે તમે ડિજિટલી બધું કરી શકો છો.” તેમને એક કોર્પોરેટ ન્યૂઝ વાંચવા ગમે છે. તેઓ કહે છે, “જો હું કોઈ આશાસ્પદ કંપની જોઉં જેણે કોઈ ક્ષમતા વિકસાવી હોય તો હું શેર ખરીદું છું. અગાઉ હું જરૂરી મૂડી ન ધરાવતા, શેર બજારના રોકાણમાં કૂદકો લગાવી શક્તિ ન હતી. લોકડાઉન થયું ત્યારે મેં થોડા વર્ષો માટે બચત કરી અને ગયા વર્ષે મેદાનમાં ઉતરી. હું ભાગ્યશાળી છું.”

તેઓ અભ્યાસ કરેલા શેરમાં નફો મેળવીને, તે નફાને માર્કેટમાં રોકીને નવી સ્ક્રીપ્સની ખરીદી કરી રહી છે. શેર બજારોમાં પહેલીવાર કરેલા રોકાણો જબરજસ્ત હોઈ શકે છે તે સ્વીકારતા, દાસે પોતાને નાણાકીય મધ્યસ્થી દ્વારા માર્ગદર્શન આપવાની મંજૂરી આપી છે. જેના દ્વારા તેના રોકાણોમાં વધારો થયો છે. ગ્લોબ કેપિટલે તેના પિતાની આર્થિક બાબતો સાથે વ્યવહાર કર્યો હતો. હું એવા લોકો અથવા ભંડોળ આપે તેવા એકમો પર વિશ્વાસ કરું છું કે જેમનો લાંબા સમયનો અનુભવ છે ’

તેમ છતાં એવા કેટલાક લોકો છે જેમણે વર્ચુઅલ વર્લ્ડ, અખબારોમાંના કૉલમ લખવી અને વેબ-સિરીઝની મદદથી પોતાને શિક્ષિત કરી છે. “મારા એક મિત્રએ સૂચવ્યું કે હું સ્કેમ 1992 જોઉં જે હર્ષદ મહેતાના ઉદય અને પતન પર આધારિત છે. તે મને શેરબજારના કામકાજ વિશે વધુ શીખવા માટે દોરી ગઈ, તેમ મલ્ટિનેશનલ આઇટી કંપની કોંગાની અમદાવાદ ઓફિસ 30 વર્ષીય વરિષ્ઠ સલાહકાર ચેતના શુક્લા કબૂલ કરે છે.

ચેતના શુક્લા

ચેતના શુક્લા જ્યારે ફક્ત 18 વર્ષના હતા ત્યારે તેમણે ડિમેટ ખાતું ખોલાવ્યું હતું. તેઓ કહે છે, “મારા પિતા બેન્કર છે અને મને તે ઉંમરે તેમણે ડિમેટ એકાઉન્ટ ખોલવા દબાણ કર્યું હતું,. તે સમયે પ્રક્રિયા ઓફલાઈન હતી, તેથી મારે ડિમેટ ખોલવા માટે બેંકમાં જવું પડ્યું. બજારો વિશેના મારા મર્યાદિત અનુભવના લીધે મેં મારા પ્રથમ શેર કોલ ઈન્ડિયાના શેર લીધા પછી બંધ કરી દીધું.”

તે માર્ચ 2020માં શેરબજારમાં નસીબ અજમાવવા પાછા ફર્યા ત્યારે બજારના અભ્યાસ માટે પ્રથમ કેટલાક મહિના ફાળવ્યા. તેમણે નાના પાયે શરૂઆત કરી. પ્રથમ સફળતાનો સ્વાદ ચાખ્યા પછી, તેમણે પતિને પણ ડિમેટ ખાતું ખોલવા માટે તૈયાર કર્યા. તેઓ કહે છે, “આજે માસિક સરેરાશ વળતર 9-10 ટકા જેટલી છે.” જોકે, તેઓ ફક્ત લાંબા ગાળાના રોકાણોને પસંદ કરવા માટે ખૂબ કાળજી રાખે છે. તેઓ સ્વીકારે છે કે, “હું ઇન્ટ્રા-ડે ટ્રેડર નથી. હું જોખમ ઉઠાવી શકતી નથી.”

એ વાત સાચી કે ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ માટે દરેકનું ગજું હોતું નથી. નવસારીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના અધ્યક્ષ સહાયક અનુષ્કા ભટ્ટ મિસ્ત્રી હાલમાં પ્રસૂતિના કારણે રજા પર છે. સ્ટોકના ભાવને ટ્રેક કરવા માટે તેઓ ખાસ સમય ફાળવે છે. તેમણે પોતાના બે મિત્રો સાથે રોકાણની શરૂઆત કરી હતી અને માર્ચ 2020માં ઇન્વેસ્ટમેન્ટ હબ શરૂ કર્યું હતું. તેઓ કહે છે, “તેમને સ્ટાર્ટ-અપ માટે ત્રીજા ભાગીદારની જરૂર હતી. પ્રક્રિયાએ મને નાણાકીય શરતોથી પરિચિત કરી અને મને રોકાણ માટે પ્રેરણા આપી.”

ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં કેટલાક જોખમો હોય છે અને નફાની તક પણ રહેલી છે. તેઓ કહે છે, “શરૂઆતમાં મને નુકસાન થતા આ ક્ષેત્ર છોડવાનું દબાણ ઉભું થયું હતું. પછી થોડા સમય માટે તેને વળગી રહેવું જોઈએ એવું લાગ્યું. હવે હું નુકસાનને પહોંચી વળવા વધુ સારી રીતે કામ કરું છું. આનો રોમાંચ મને ચાલુ રહેવા પ્રેરિત કરે છે. “અલબત્ત એવા દિવસો પણ આવે છે, જ્યારે હું પૈસા ગુમાવવા વિશે દબાણ અનુભવું છું. પરંતુ જ્યારે હું નુકસાનને પહોંચી વળવાનું સંચાલન કરું છું ત્યારે તે પરિશ્રમ માટે યોગ્ય બને છે.”

તેઓ કહે છે, “વળતરની રકમ દેખીતી રીતે દર મહિને જુદી જુદી રહે છે, પરંતુ હું દર મહિને 30 હજાર રૂપિયાનો નફો મેળવું છું. તે હવે મારા માસિક બજેટનો મોટો ભાગ છે.” બાળકની સંભાળ લેતા લેતા બજાર પર નજર રાખવી એ મુશ્કેલ કામ છે. પરંતુ આ કામમાં તેમણે પતિનો ટેકો મેળવ્યો છે. તેઓ કહે છે, “મારા પતિ પણ ઇન્ટ્રા-ડે ટ્રેડર છે. અમે એકબીજા પાસેથી શીખીએ છીએ અને સારી રીતે સામનો કરી રહ્યા છીએ. હવે અમે થોડા સમય માટે આ કરી રહ્યા છીએ. અમે ઓનલાઈન વેપારમાં કારકિર્દી બનાવવાનું પણ વિચારી રહ્યા છીએ.”

અગ્રણી સ્ટોક બ્રોકિંગ કંપની મોતીલાલ ઓસ્વાલના એક એક્ઝિક્યુટિવે જણાવ્યું કે, “અમને મળેલી 10માંથી સાત જેટલી પૂછપરછ મહિલાઓની છે. અમે કહી શકીએ કે રોગચાળા દરમિયાન બજારમાં મહિલાઓની ભાગીદારી ચાર ટકાથી વધીને 14 ટકા થઈ છે.”

Your email address will not be published.