યાસીન મલિકની ધરપકડઃ ધૂંઆપુંઆ પાકિસ્તાને ભારતીય અધિકારીને સમન્સ પાઠવ્યા

| Updated: May 20, 2022 3:08 pm

નવી દિલ્હીઃ પાકિસ્તાને ભારતે અલગતાવાદી નેતા યાસીન મલિકની ધરપકડ કરી તેની સામે આક્રમક રીતે વિરોધ નોંધાવ્યો છે. પાકિસ્તાને યાસીન મલિક સામે ખોટા આરોપ લગાવવામાં આવ્યા હોવાનું કહીને આ ધરપકડ વખોડી કાઢી છે. તેની સાથે પાકિસ્તાને ભારતના ચાર્જ ડી અફેર્સને તેમની સમક્ષ હાજર થઈ ખુલાસો કરવા સમન્સ પાઠવ્યા છે.

પાકિસ્તાનની વિદેશી કચેરીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે કાશ્મીરી નેતાગીરીનો અવાજ દાબી દેવાના ભાગરૂપે ભારત સરકારે યાસીન મલિક સામે બનાવટી અને ખોટા કેસ ઊભા કર્યા છે. ભારતીય પક્ષને આ ઉપરાંત પાકિસ્તાને મલિક 2019થી તિહાર જેલમાં અમાનવીય સ્થિતિમાં છે તેના અંગે ચિંતા વ્યક્ત કરી છે.

પાકિસ્તાને આ ઉપરાંત ભારતને મલિકને તેના બધા પાયા વગરના આરોપોમાંથી મુક્ત કરવા અને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવા કહ્યુ છે, જેથી તે તેમના કુટુંબની જોડે રહી શકે. તેમનું આરોગ્ય પુનઃ પ્રાપ્ત કરી શકે અને સામાન્ય જીવનમાં પરત ફરી શકે. મલિક હાલમાં 2019થી તેમના વિવિધ કેસને લઈને તિહાર જેલમાં છે. હાલમાં તેમના પર કોર્ટની કાર્યવાહી ચાલી રહી છે. તાજેતરમાં જ એનઆઇએ તેમને એક કેસમાં દોષિત ઠેરવ્યા છે.

પાકિસ્તાન મલિકની ધરપકડ થઈ ત્યારથી જ તેનો વિરોધ કરતું આવ્યુ છે અને તેને વખોડતું આવ્યું છે. તેઓ તેના પરના આરોપોને પાયાવિહોણા ગણાવે છે. જો કે પાકિસ્તાન ફક્ત મલિક જ નહી પણ બધા જ અલગતાવાદી નેતાઓ સામે લેવાતા પગલાંનો વિરોધ કરતું આવ્યું છે.

Your email address will not be published.