ગુજરાતના આ સ્મારકોની તમે મફતમાં મુલાકાત લઈ શકો છો

| Updated: August 6, 2022 5:55 pm

દેશના 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે 15 ઓગસ્ટ સુધી તમામ ટિકિટવાળા સ્મારકોમાં મફત પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે.તેની સાથે આ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે જે જગ્યાઓ પર ટિકિટ છે ત્યાં મફત પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે.ગુજરાતના આ શહેરોમાં આવેલા સ્મારકોની તમે મફતમાં મુલાકાત લઇ શકો છો

રાણી-કી-વાવ, પાટણ

મૂળરૂપે 11મી સદીમાં રાજાના સ્મારક તરીકે બાંધવામાં આવ્યું હતું.તે સરસ્વતી નદીના કિનારે આવેલું છે.2014માં યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી હતી.અમદાવાદથી 150 કિમી દુર થાય છે.

સૂર્ય મંદિર, મોઢેરા

સૂર્ય મંદિર મહેસાણા જિલ્લામાં આવેલું છે.આ મંદિર ગુજરાતનું સૌથી જૂનું સોલંકી મંદિર છે.રાજા ભીમદેવના શાસન દરમિયાન બાંધવામાં આવ્યું હતું.આ મંદિરમાં બનાવામાં આવેલી કલાને કારણે તે પ્રખ્યાત જોવા મળે છે,મંદિર જે રીતે બનાવામાં આવ્યું છે તેને જોઇને લોકો જોતા જ રહી જાય છે જો તમે પણ આ સ્થળની મુલાકાત લેવાના હોવ તો 15 તારીખ સુધી તે મફતમાં મુલાકાત લઇ શક્શો

ચાંપાનેર ખાતેના સ્મારકો

પંચમહાલ જિલ્લામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન 16મી સદીનું છે. ચાંપાનેર વડોદરાથી 50 કિમીના અંતરે આવેલું છે.ગર્ભગૃહ હવે શિખરા અને ઘુમ્મટ સાથે સંપૂર્ણ મંદિરમાં રાખવામાં આવ્યો છે.

બૌદ્ધ ગુફાઓ, જૂનાગઢ

આ સ્થળ જૂનાગઢ જિલ્લામાં આવેલી ત્રણ ગુફાઓનો સમાવેશ કરે છે જે હવે કેશોદ એરપોર્ટ દ્વારા હવાઈ માર્ગે જોડાયેલ છે. બાબા પ્યારે ગુફાઓ મોધીમઠની નજીક આવેલી છે. તેના ઉત્તરીય જૂથમાં ચાર ગુફાઓ છે. આ ગુફાની મુલાકાત તમે લઇ શકો છો 15 તારીખ સુધી જેમાં તમને મફતમાં એન્ટ્રી મળશે

Your email address will not be published.