યુવરાજસિંહનો ગુનો એમની કારના કેમેરામાં જ રેકોર્ડ થયો :અભય ચુડાસમા 

| Updated: April 6, 2022 12:32 pm

ગાંધીનગર: ગાંઘીનગર પોલીસે પોલીસ પર ગાડી ચઢાવી દેવાના ગુનામાં યુવરાજસિંહ સામે ગુનો દાખલ કરીને અટકાયત કરી હતી. આ મુદ્દે ગત રાત્રિએ અમુક યુવાનો દ્વારા સેકટર ૨૧ પોલીસ સ્ટેશન ખાતે ભીડ ભેગી કરી હતી, પણ પોલીસે સ્થિતિ અંકુશમાં લીધી હતી.

આજે રેન્જ આઇ જી અભય ચૂડાસમા એ મીડિયાને સંબોધન કર્યું હતું.તેમણે જણાવ્યું હતું કે વિધાર્થીના પ્રશ્નો મુદ્દે આંદોલન કરતા નેતા યુવરાજ સિંહની અટકાયત કરી હતી. તેમણે વિદ્યા સહાયકોને ઉશ્કેર્યા હતા.

વિદ્યા સહાયકોને પોલીસ તાલીમ કેન્દ્ર રાખવામાં આવ્યા હતા ત્યાં યુવરાજ સિંહ ગયા હતા અને ત્યાં આ ઘટના બની હતી, ત્યાં પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈને ઇજા કરી, ભાગતા પોલીસે ધરપકડ કરી.

તેમણે યુવરાજસિંહ મુદ્દે જણાવ્યું કે પોલીસે તેમને હમેશા સહકાર આપ્યો છે એમની વાત અને રજૂઆત પણ સાંભળી છે, પરંતુ આ રીતે પોલીસ પર કાર ચઢાવી એ ચલાવી શકાય નહિ. આ ઘટના એમના પોતાના જ ગાડીના કેમેરામાં રેકોર્ડ થઈ છે, એમના મોબાઇલનું પણ તપાસ કરવામાં આવશે.પોલીસ પર આ રીતે હુમલા નો પ્રયાસ થાય એ ચલાવી ન શકાય. તેમની સામે ફરિયાદ આઇ પી ડી કલમ ૩૦૭, ૩૩૨ હેઠળ દાખલ કરવામાં આવી છે જે બિન જમીન પાત્ર ગુનો છે.

ગઈકાલે રાત્રે બનેલી ઘટના વિશે તેમણે કહ્યું કે અમુક ઉશ્કેણીજનક વાતોથી કાલે સેકટર ૨૧ પોલીસ સ્ટેશને વિદ્યાથીઓ આવ્યા હતાઅને વાતાવરણ બગાડવાની કોશિશ કરી હતી,એટલે આવી વાતોમાં ઉશ્કેરણીમાં આવવું નહિ.સોશ્યલ મીડિયામાં જે બાબતો જોડવામાં આવી રહી છે એમાં અમારી અપીલ છે,કે જરૂર પડે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. આમ વિધાર્થીઓએ  ઉશ્કેરણી માં આવવું નહિ.આતમામ વસ્તુઓ ફોરેન્સિકમાં મોકલી આપવામાં આવશે. યુવરાજસિંહને પોલીસ કાર્યવાહી બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, લોકો વિડીયો જોશે તો સમજાશે યુવરાજસિંહે શું કર્યુ છે

Your email address will not be published.